Effective public speaking

बन्दे में था दम…

આજે કોઈ આપણને કહે કે હમણા દિવાળી આવે છે અને આ દિવસે તમે તમારી પાસે જે પણ નવા કપડા હોય તેને ફાડી નાખો !!! તો ???? અચ્છા કપડા ને ફાડવા નથી તો એક કામ કરો તમારા ઘર ની બહાર નીકળો અને ચોક માં આ નવા કપડા રાખો, તેના પર કેરોસીન નાખો અને પછી સ્વાહા … દીવાસળી મૂકી દો.

ઓ.કે. બીજું કૈક કરીએ, કોઈ આપણને કહે કે તમે અત્યારે જે પણ ભણો છે કે તમારા બાળકો જે ભણે છે તેને ભણતા ઉઠાડી દો અને સ્કૂલ કે યુનિવર્સિટી માં કહી દો કે અમારે નથી ભણવું.. રાખો તમે તારે તમારી ડીગ્રી…. અમારું કે અમારા બાળકો નું જે થવું હોય તે થાય તમારે ચિંતા કરવાની જરૂર નથી.

અચ્છા કોઈ આપણને કહે કે યાર આપણા શહેર માં આ જગ્યાએ પોલીસવાળા બધા ને મારે છે હાલો એ જોવા જઈએ અને થોડી થોડી માર પણ ખાતા આવીએ.

હવે હોઈ કંઈ… અમે થોડા મૂરખા થઈ ગયા છીએ તે અમારા કપડા સળગાવી દઈએ, ભણવાનું મૂકી દઈએ અને એમ કંઈ થોડું ગામ ની માર ખાવા જઈએ.

હા થોડા વરસો પહેલા એક વ્યક્તિએ કીધું હતું કે વિદેશી કપડા નો ત્યાગ કરો અને આખા દેશ માં ચોકે ચોકે કપડા ની હોળીઓ થઈ હતી, થોડા વરસો પહેલા એક વ્યક્તિએ કીધું હતું કે વિદેશી ડીગ્રી નો ત્યાગ કરો અને ઘરે ઘરે થી યુવાનો અને માવતરો એ પોતાના બાળકો ને સ્કૂલ અને કોલેજ માંથી ઉઠાડી લીધા હતા. કોઈ એક ગાલ પર મારે તો બીજો ગાલ આગળ કરવો અને આખો દેશ એક લાકડી વાળા બાપા ની પાછળ પાછળ ચાલવા માંડયો હતો.

મને નથી ખબર કે આ સારું હતું કે ખરાબ ??? અને મારી કોઈ હેસિયત પણ નથી કે હું કોઈ ને સર્ટીફીકેટ આપું કે આ સારું અને આ ખરાબ. પણ મને તો વિચાર આવે છે કે સાલી એવી તો કેવી બોલવાની આવડત કે એક જુવાન ડોસલો એક વખત કૈક કહે અને આખો દેશ એક પણ વખત વિચાર્યા વિના બસ નીકળી પડે. આજ ની તારીખ માં પણ તેના નામથી પિકચરો હીટ થાય. સાલું કૈક તો હતું તેમની સ્પીચ માં…

:- Daring :-

હું આ કોની વાત કરું છું ? સિર્ફ નામ હી કાફી હૈ… પણ આટલું વાંચ્યા પછી તો આ વ્યક્તિનું નામ પણ કહેવાની જરૂર નથી…

એન્ડ ધેટ વોઝ … આપણા પ્યારા …….

 

 

 

Categories: Effective public speaking | Tags: | 4 Comments

Blog at WordPress.com.